ઈરાન: 50 શહેરોમાં વિરોધ પ્રદર્શન, ઈન્ટરનેટ બ્લેકઆઉટથી તેહરાન સંપર્કવિહોણું

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલી આ વિરોધ લહેરને દબાવવા માટે સત્તાવાળાઓએ 50 થી વધુ શહેરોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરાવ્યો છે, જેમાં રાજધાની તેહરાન પણ સમાવેશ છે. ડિજિટલ યુગમાં ઈન્ટરનેટ બંધ થવાને કારણે પ્રદર્શનકારીઓની હકીકત અને ઘટનાની વિગતો દુનિયા સુધી પહોંચવાનું અટકી રહ્યું છે. હિંસક અથડામણ અને જનજીવન પર અસર સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણોમાં વધારો થયો છે. નેટબ્લોક્સ (NetBlocks)ના રિપોર્ટ અનુસાર, ગુરુવારે રાત્રે અનેક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સના કનેક્શન બંધ કરવામાં આવ્યા. કુર્દિશ પ્રદેશના ચાર મુખ્ય પ્રાંતો – કુર્દીસ્તાન, પશ્ચિમ અઝરબૈજાન, કરમાનશાહ અને ઇલમ –માં બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા. સોશિયલ મીડિયા પર સાદા ગણવેશમાં તૈનાત સુરક્ષાકર્મીઓ દ્વારા દેખાવકારોની અટકાયતના વીડિયો વાયરલ થયા છે. વૈશ્વિક પ્રતિક્રિયા – અમેરિકા: સ્ટેટ…