મોઝામ્બિક બોટ દુર્ઘટના: 3 ભારતીય નાગરિકોના દુખદ અવસાન, 1 ઘાયલ, 5 બચાવાયા

ઇસ્ટ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોનો દુખદ અવસાન થયો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. દુર્ઘટના મોઝામ્બિકના બીરા પોર્ટ નજીક ગુરુવારે બની હતી, જ્યારે એક લોન્ચ બોટ ટેન્કર પર કાર્યરત ક્રુ મેમ્બર્સને લઈ જઈ રહી હતી. આ દુર્ઘટનાની પૃષ્ટિ ભારતીય હાઈ કમિશને શનિવારે કરી હતી. બોટ પલટી જતાં 3 ભારતીયોનો લેવાયો ભોગ બોટમાં કુલ 14 ભારતીય નાગરિક સવાર હતા. યાત્રા દરમિયાન બોટ અચાનક પલટી ગઈ હતી. હજુ સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મામલે તપાસ ચાલુ છે. સ્થાનિક તંત્ર અને પોર્ટ અધિકારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પાંચ નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં…