ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…

‘ટ્રમ્પનો દાવો ખોટો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધ યથાવત રહેશે’: ઈરાનનો અમેરિકા સામે કડક સંદેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધવિરામ અને સમજૂતી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણો અને પ્રતિબંધો યથાવત રહેશે. ઈરાનના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોવાથી તેના પર લાગતા કોઈપણ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર સીધી પડી…

પેન્ટાગોનના કમાન્ડરની ચેતવણી: ઈરાન સંઘર્ષથી અમેરિકાના સૈન્ય સંસાધનો પર દબાણ

વિશ્વની સૌથી શક્તિશાળી સેનામાં ગણાતા અમેરિકાના સૈન્ય સંસાધનો અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા અંગે હવે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. એક અહેવાલ મુજબ, યુરોપમાં અમેરિકી સેનાના કમાન્ડરે પેન્ટાગોનને ચેતવણી આપી છે કે હાલની પરિસ્થિતિમાં લાંબા સમય સુધી એકસાથે અનેક મોરચે સૈન્ય જવાબદારી નિભાવવી મુશ્કેલ બની રહી છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી કમાન્ડરે જણાવ્યું છે કે જો વધારાના સૈન્ય સંસાધનો ઉપલબ્ધ નહીં થાય તો અમેરિકા માટે પોતાની સુરક્ષા અને સહયોગી દેશ ઈઝરાયલની સુરક્ષા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે. આ ચેતવણીએ અમેરિકાની સૈન્ય ક્ષમતા, હથિયારોના જથ્થા અને વૈશ્વિક જવાબદારીઓ અંગે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. પેન્ટાગોનમાંથી સંદેશ લીક થવાથી ચર્ચા તેજ અમેરિકા આ મુદ્દો માત્ર રાજકીય નિવેદન કે બહારના વિશ્લેષણ સુધી મર્યાદિત નથી રહ્યો. અહેવાલ મુજબ, પેન્ટાગોનના…

એથેન્સમાં જંગલની આગ ઓલવતા બે હેલિકોપ્ટર હવામાં અથડાયા: એક પાયલટનું મોત

ગ્રીસની રાજધાની એથેન્સ નજીક જંગલમાં લાગેલી ભયાનક આગને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. આગ ઓલવવાની કામગીરીમાં જોડાયેલા બે અગ્નિશામક હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે અથડાતા એક પાયલટનું મોત થયું છે, જ્યારે ક્રૂના અન્ય સભ્યો ઘાયલ થયા છે. આ અકસ્માત એથેન્સના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાઈથા વિસ્તારમાં થયો હતો. બંને હેલિકોપ્ટર જંગલની આગ પર પાણીનો છંટકાવ કરીને તેને કાબૂમાં લેવાના મિશનમાં સામેલ હતા. દુર્ઘટના બાદ ગ્રીસની સેના, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ તાત્કાલિક મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જંગલની આગ ઓલવતા સમયે થયો અકસ્માત મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર Bell 214ST મોડેલના હતા. આગની ગંભીર સ્થિતિને કારણે ઘણા હેલિકોપ્ટર એક જ વિસ્તારમાં ઉડાન ભરી રહ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે…

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટ: 7ના મોત, 18 ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રવિવારે એક મોટી વિસ્ફોટની ઘટના સામે આવી છે. સ્વાત જિલ્લામાં આયોજિત એક શાંતિ રેલી દરમિયાન થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનમાં પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સુરક્ષા એજન્સીઓ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હુમલાખોરો અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન અચાનક થયો વિસ્ફોટ પાકિસ્તાનમાં મળતી માહિતી અનુસાર, આ રેલી સ્થાનિક આદિવાસી સંગઠન ‘સ્વાત અમન જિરગા’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. સ્વાત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાની સ્થિતિને લઈને…

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…

ઓડિશામાં પૂરનો કહેર: 20 જિલ્લામાં આફત, 1.89 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

આસામ બાદ હવે ઓડિશામાં પણ પૂરનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. રાજ્યમાં મહાનદી અને તેની મુખ્ય શાખા નદી કાઠજોડીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો થતાં અનેક જિલ્લાઓમાં સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. પૂરના કારણે 20 જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે 1.89 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ, ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. ઓડિશામાં મહાનદીમાં જળસ્તર વધતાં ચિંતા વધી ઓડિશામાં હાલ પૂરનું મુખ્ય કારણ મહાનદી અને તેની શાખા નદીઓમાં વધી રહેલો પાણીનો પ્રવાહ છે. મુંડલી અને નરાજ પાસે…

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…