ગુજરાતમાં આજે એક જ દિવસમાં અનુભવાયા 6 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ
રાજ્યમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે એક જ દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. જેમાં આજે પોરબંદર અને તાલાલા વિસ્તારમાં ધરતી ભૂકંપથી ધણધણી ઉઠી હતી. પોરબંદરમાં રાત્રે 1.11થી 1.28 સુધીમાં 5 ભૂકંપના આંચકા અનુભવાયા. ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે મોડી રાતથી અત્યાર સુધીમાં કુલ 6 ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીજી તરફ રાત્રિના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. બીજી તરફ રાહતની વાતએ છે કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોરબંદરમાં અનુભવાયા 6 આંચકા ISRના ડેટા મુજબ જો ભૂકંપની તીવ્રતાની વાત કરવામાં આવે તો તાલાલામાં આજે સવારે 10.51 કલાકે આવેલ ભૂકંપની તીવ્રતા 3.1…
કચ્છ: કુકમા ગામ પાસે આશાપુરા ટેકરી નજીક વ્યક્તિ બોરવેલમાં ફસાયો, બચાવ કાર્ય શરુ
કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમા ગામ પાસે આવેલ આશાપુરા ટેકરી નજીક એક વ્યક્તિ બોરવેલમાં ફસાઈ જવાની ગંભીર ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. જીવ બચાવવા તાત્કાલિક પગલાં ફાયર વિભાગની ટીમ અને અન્ય જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધરાયું છે. બચાવ કાર્ય દરમિયાન યુવકને સતત ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓનું નિરીક્ષણ સ્થળ પર પોલીસ, પ્રાંત અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે અને સમગ્ર બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. હાલમાં યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા પ્રાંત અધિકારી અને ફાયર વિભાગની ટીમો સતત બચાવ કામગીરીમાં સક્રિય છે, અને…
ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા
ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો 2,340.62 કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ 80 ટકા ફાળો આપી રહ્યા છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે. ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત થયું છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં 8 ટકા હિસ્સો ધરાવે છે. આંતરિક અને દરિયાઈ માછીમારી, જળચર ઉછેર, સીફૂડ પ્રોસેસિંગ, નિકાસ, માર્કેટિંગ, સંશોધન અને શિક્ષણ વગેરેને આવરી લેતો મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર…
ગુજરાતમાં ફરી વળશે શીત લહેર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ઠંડી ભૂક્કા બોલાવશે
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગ અને જ્યોતિષીય અનુમાન મુજબ 23 થી 27 નવેમ્બર અને 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શીત લહેરના પ્રભાવથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનની અસર જોવા મળશે. અહેવાલો મુજબ અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ સમયગાળા દરમ્યાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. જાન્યુઆરી 2026માં ઠંડીનો તાપમાનના સ્તર સુધી ઉતરવાનો અંદાજ છે, જેનાથી રાજ્યમાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડીનો પ્રકોપ રહેવાની શક્યતા છે. જ્યોતિષશાસ્ત્રીઓના અનુમાન મુજબ ફેબ્રુઆરીમાં માવઠું અને માર્ચમાં વંટોળ અને પવન જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે શિયાળું પાક પણ અસરગ્રસ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમ્યાન પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી…
કચ્છ: રાપર આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં વ્યાપી ચિંતા
કચ્છ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. બપોરના આશરે ત્રણ વાગ્યાના સમયગાળામાં વરસાદની શરૂઆત થતા ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાપર શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, અને બપોર પછી અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ઉકળાટનો સામનો કરી રહેલા લોકોએ આ ઝાપટાંને “પ્રકૃતિનો તાજગીભર્યો આશીર્વાદ” ગણાવ્યો હતો. વરસાદ એટલો જોરદાર હતો કે શહેરના મુખ્ય બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો જોવા મળ્યા હતા. પાણીના પ્રવાહને કારણે વાહનચાલકો અને રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મિશ્ર પ્રતિક્રિયા લાવનાર સાબિત થયો છે. જ્યાં એક તરફ તાપમાનમાં ઘટાડો થવાથી રાહત…
Kutch : કચ્છમાં એકસાથે સાત વાહનો વચ્ચે ભયંકર અથડામણ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
કચ્છમાં નેશનલ હાઈવે ગોઝારો બન્યો છે એક સાથે સાત વાહનો વચ્ચે ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર અકસ્માતની વણઝાર જોવા મળી. સાત વાહનોની અથડામણ થતા સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજયું જયારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં કરાઈ ધરપકડ એકસાથે સાત અકસ્માત થતાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે પર એકસાથે સાત વાહનોની અથડામણ થવાની ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સાથે રવાના થઈ હતી. વહેલી સવારે કટારીયા બ્રિજ નજીકના હાઈવે પર ટ્રેલર પાછળ ટ્રક અને ટ્રક પાછળ ટેમ્પો બાદ એસટી બસ સહિત નાના વાહનો મળી કુલ સાત વાહનોની અથડામણ…
ગુજરાતના કચ્છમાં ટ્રેક ક્રોસ કરતી વખતે મહિલા, 2 પુત્રો ટ્રેનની અડફેટે આવતા મોત
B INDIA ભુજ :- ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે ભીમાસર રેલ્વે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. ગુજરાતના કચ્છ જિલ્લામાં એક 30 વર્ષીય મહિલા અને તેના બે પુત્રો, જેમાં એક બે મહિનાના બાળકનો સમાવેશ થાય છે, તેઓ ટ્રેનની અડફેટે આવી જતાં મૃત્યુ પામ્યા હતા, પોલીસે રવિવારે જણાવ્યું હતું. ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે ભીમાસર રેલ્વે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. અંજાર નજીક એક ફેક્ટરીમાં કામ કરતા એક દંપતી તેમના બે બાળકો સાથે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતું ત્યારે તેમાંથી ત્રણ ટ્રેન નીચે પટકાયા હતા, પોલીસે જણાવ્યું હતું. …













