ગુજરાતવાસીઓને કુંભમેળામાં જવું સરળ બન્યું, CM અને હર્ષ સંઘવીએ વોલ્વો બસનું કરાવ્યું પ્રસ્થાન

B INDIA ગાંધીનગર : કુંભમેળાને લઈને આજે CM અને હર્ષ સંઘવીએ સ્પેશિયલ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું છે. આજથી આ સેવા શરુ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ વધેરી બસની કરી પૂજા કરી છે. GSRTC દ્વારા પ્રયાગરાજ સુધીની વોલ્વો બસનું આયોજન કરવામાં આવ્યું છે. -> બસને લીલીઝંડી અપાઈ :- ગાંધીનગર સર્કીટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ છે. આ બસ દરરોજ સવારે ૭ વાગ્યે અમદાવાદના રાણીપ એસ.ટી ડેપો ખાતેથી પ્રયાગરાજ જવા નિકળશે. આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. -> ઓનલાઈન બુંકિગ :- રાજ્ય સરકાર દ્વારા રૂ.8100માં કુંભમેળાની યાત્રા, ત્રણ દિવસ રાત્રિ અને 4 દિવસનું પેકેજ બહાર…