કેરળ : જેલ અધિકારીએ ત્રણ લોકોને નવ જીવન આપ્યું, ત્રણ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ બન્યું સફળ
માનવતાનું અદભૂત ઉદાહરણ આપતાં કેરળના એક યુવાન જેલ અધિકારીએ મૃત્યુ પછી ત્રણ લોકોને જીવનનો નવો મોકો આપ્યો છે. આ ઘટના માત્ર દયાભાવનું નહીં, પરંતુ ભારતીય તબીબી ઇતિહાસનું પણ ગૌરવરૂપ પાનાં બની ગઈ છે. કારણ કે પહેલીવાર એક જ દિવસમાં હૃદય, ફેફસાં અને કિડનીનો ટ્રિપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે પૂર્ણ થયો છે. ઇતિહાસ રચનાર સર્જરી 23 ઓક્ટોબરના રોજ કોટ્ટયમ સરકારી મેડિકલ કોલેજ, કેરળમાં આ સર્જરી હાથ ધરવામાં આવી. આ હોસ્પિટલ હવે ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની ગઈ છે, જેણે એકસાથે ત્રણ મહત્વના અંગો હૃદય, ફેફસાં અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કર્યું છે. ત્રણેય રીસીપિયન્ટ્સ હાલ સ્થિર છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. દાતા: અનિશ — તિરુવનંતપુરમના જેલ અધિકારી દાતા અનિશ, તિરુવનંતપુરમ જેલમાં કાર્યરત એક યુવાન અધિકારી હતા. ૧૮…







