કન્નૌજમાં નિર્માણાધીન રેલવે સ્ટેશનના બાંધકામનો એક ભાગ તૂટી પડતા અનેક કામદારો ઘાયલ
કન્નૌજમાં અમૃત ભારત સ્ટેશન યોજનાનું કામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.. કન્નૌજમાં રેલ્વે સ્ટેશનનું નિર્માણાધીન લિંટર ( હોરિઝોન્ટલ બિમ) તૂટી પડવાને કારણે ઘણા કામદારો કાટમાળ નીચે દટાયા છે. જોકે, બચાવ કાર્ય દરમિયાન કેટલાક કામદારોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.યુપીના કન્નૌજમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એક નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલા આ સ્ટેશનનું લિંટર જ્યારે તેના બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તૂટી પડ્યું હતું. ઘણા કામદારો લિંટર ડમ્પિંગના કામમાં રોકાયેલા હતા. આ અકસ્માત બાદ આખા સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. આ અકસ્માતમાં ઘણા શ્રમિકોને ઈજા થઈ હોવાનું માનવામાં આવે છે. -> કન્નૌજ રેલવે સ્ટેશન અકસ્માતની તપાસ કરવામાં આવશે…







