મેલબોર્ન એરપોર્ટ બનશે નવું વૈશ્વિક ‘ગેટવે’: $4.5 બિલિયનના માસ્ટર પ્લાનની જાહેરાત
ઓસ્ટ્રેલિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાંના એક મેલબોર્ન એરપોર્ટે આંતરરાષ્ટ્રીય મુસાફરીને નવી ઊંચાઈ આપવા માટે $4.5 બિલિયન (આશરે ₹37,000 કરોડ)ના ખર્ચે આંતરરાષ્ટ્રીય ટર્મિનલના મોટા વિસ્તરણની જાહેરાત કરી છે. ઉનાળાની સીઝનમાં 1.26 મિલિયન આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેકોર્ડબ્રેક ટ્રાફિક બાદ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શું બદલાશે? મુસાફરોને શું ફાયદો? આ મેગા પ્રોજેક્ટ હેઠળ પાંચ નવા એરક્રાફ્ટ સ્ટેન્ડ ઉમેરવામાં આવશે, જે Widebody અને Narrowbody બંને પ્રકારના વિમાનોને સંભાળી શકશે. ચેક-ઇન હોલ અને બેગેજ ક્લેમ વિસ્તારને વિસ્તૃત કરવામાં આવશે, જેથી લાંબી લાઈનોમાં રાહ જોવાની સમસ્યા ઘટશે. સાથે સાથે પ્રીમિયમ લાઉન્જ, આધુનિક રિટેલ સ્ટોર્સ અને આરામદાયક વેટિંગ ઝોન વિકસાવવામાં આવશે. ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે Australian Border Force આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. 2031 સુધી તબક્કાવાર વિકાસ એરપોર્ટના CEO લોરી આર્ગસ અનુસાર,…
UAEથી સોનું લાવતા મુસાફરો માટે ખુશખબર!, નવા બેગેજ નિયમોથી મળશે મોટો ફાયદો
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કસ્ટમ્સ બેગેજ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 2 ફેબ્રુઆરી 2026 થી Baggage Rules, 2026 અને Customs Baggage Regulations, 2026 અમલમાં આવ્યા છે, જે ખાસ કરીને UAEથી ભારત આવતા મુસાફરો, NRI અને ભારતીય મૂળના લોકો માટે મોટી રાહત લઈને આવ્યા છે. Duty-Free મર્યાદા વધારીને ₹75000 સરકારે કસ્ટમ્સ ડ્યૂટી વગર લાવી શકાય તેવા સામાનની મર્યાદા ₹50000થી વધારીને ₹75000 કરી છે. આ છૂટ એરપોર્ટ અને સમુદ્રી માર્ગે આવતા ભારતીય નાગરિકો, NRI, OCI અને માન્ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને મળશે. વિદેશી પ્રવાસીઓ માટે આ મર્યાદા ₹25000 રહેશે. UAEથી આવતા મુસાફરો માટે આ બદલાવ ખાસ મહત્વનો છે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ, ઘડિયાળ અને કપડાં સસ્તા મળે છે. હવે આવા સામાન પર ટેક્સની ચિંતા ઓછી થશે. સોનાના…








