અજિત ડોભાલનો મોટો દાવો: “જમ્મુ-કાશ્મીર સિવાય આખો દેશ આતંકવાદી હુમલાઓથી સુરક્ષિત રહ્યો”
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું કે ભારતમાં આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, જમ્મુ-કાશ્મીર સિવાય દેશના અન્ય તમામ ભાગોમાં છેલ્લા દસ વર્ષમાં કોઈ મોટી આતંકવાદી ઘટના બની નથી. ડોવલે આ વાત “સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર ઓન ગવર્નન્સ” દરમિયાન કરી હતી. 2013 બાદ દેશના અંતરિયાળ વિસ્તારમાં આતંકવાદી ઘટના નથી બની NSA ડોભાલે જણાવ્યું “તથ્યો એ તથ્યો જ છે અને તેનો વિવાદ થઈ શકતો નથી. આ દેશમાં આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લી આતંકવાદી ઘટના 2013માં બની હતી.” તેમણે ઉમેર્યું કે 1 જુલાઈ 2005ની આતંકવાદી ઘટના બાદ ભારતે આંતરિક સુરક્ષામાં મોટો સુધારો કર્યો છે. “જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનના પ્રોક્સી યુદ્ધનું મેદાન રહ્યું છે, જે એક…







