સંધ્યા થિયેટર અકસ્માત: અલ્લુ અર્જુન હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહેલા બાળકને મળવા કેમ ન ગયો?
4 ડિસેમ્બરે હૈદરાબાદના એક થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું 8 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો કારણ કે તે કોઈ પણ જાણકારી વગર થિયેટર સુધી પહોંચી ગયો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.ઈજાગ્રસ્ત બાળક હાલમાં વેન્ટિલેટર પર હોસ્પિટલમાં દાખલ છે અને જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. જેને લઈને અલ્લુ અર્જુને ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે તેને હોસ્પિટલમાં બાળકને મળવાની મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ તે પરિવારને તમામ શક્ય મદદ કરશે. અલ્લુ અર્જુને ચિંતા વ્યક્ત કરી:- તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં નાસભાગ અને એક મહિલાના…







