દિલ્હી હથિયાર તસ્કરી ભાંડાફોડ: લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાના પ્લાન નાકામ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રોહિણી વિસ્તારમાં જ પકડાયેલા ચાર આરોપીઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવી હથિયારની ખેપ ભારતમાં લાવી લોરેન્સ બિશ્નોઈ, બમ્બીહા અને અન્ય કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત થયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઈ-ટેક અને અત્યાધુનિક હથિયારો સામેલ હતા. તપાસ હેઠળના આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી દ્વારા રાજ્યમાં ગુનાખોરી અને આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના ખતરા સામે સુરક્ષા વધારવા માટે મોટું પગલું લેવામાં આવ્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW…







