Surat: પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ હેલ્મેટનો કાયદો રદ્દ કરવા CMને લખ્યો પત્ર, ઉઠવ્યા આ સવાલો

રાજ્યમાં એક તરફ ગરમીનો પારો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. આ દરમિયાન બીજી તરફ હેલમેટનો કાયદો લોકો માટે માથાના દુખાવા સમાન હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ હવે સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લોકોના હેલમેટના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સિટી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો રદ કરવા અપીલ કરી છે. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ મેં હેલ્મેટ બાબતે આપને પત્ર રાખ્યો હતો જે આજે હેલ્મેટ પ્રજા ને સીટી વિસ્તાર માં આરોગ્યને માટે જોખમ રૂપ છે કારણ કે બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઇપણ મગજ ના ડોકટરોનો અભિપ્રાય લો…