હાથરસ નાસભાગ મોત મામલે ન્યાયિક પંચે રિપોર્ટ દાખલ કર્યો, ભોલે બાબાને ક્લિનચીટ અપાઇ હોવાની સંભાવના

ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ અને ૧૨૧ લોકોના મોતના કેસમાં ન્યાયિક પંચે રિપોર્ટ દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશનનો રિપોર્ટ ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મંત્રીમંડળે ગૃહમાં અહેવાલ રજૂ કરવાની મંજૂરી આપી છે. જો સૂત્રોનું માનીએ તો, SITની જેમ, ન્યાયિક પંચે પણ સત્સંગ ચલાવતા ભોલે બાબાને ક્લીનચીટ આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યાયિક તપાસ પંચે આ ઘટના માટે પોલીસની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. રિપોર્ટમાં, આ ઘટના પાછળ આયોજકોને મુખ્ય ગુનેગારો તરીકે નામ આપવામાં આવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કમિશને અનેક સૂચનો પણ આપ્યા છે. તપાસ બાદ, કમિશને સૂચન કર્યું છે કે પોલીસ અધિકારીઓએ દરેક કાર્યક્રમ સ્થળની વ્યક્તિગત મુલાકાત લેવી જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યાયિક પંચે તેની તપાસ…