રાજ્યના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ, રાજ્ય સરકાર ચૂકવશે આટલું બોનસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂા.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષશ્રીના, દંડકશ્રીના, નાયબ દંડક અને ઉપદંડકશ્રી તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે. વર્ગ 4ના કર્મચારીઓને સીધો ફાયદો દિવાળીના તહેવાર પહેલા સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને સીધો ફાયદો થશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.…

રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ સરકારે જાહેર કર્યા ટેકાના ભાવ, જાણો વિગત

ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026-27 માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 4 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. 600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 160 પ્રતિ ક્વિ., ચણામાં રૂ. 225 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. 250 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે. રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા…

આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ ! આ નેતાનું નામ લગભગ ફાઇનલ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલુઇ રહી છે. આ દરમિયાન હવે ગઇકાલે ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ ભાજપ આજે OBC નેતા જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા લગભગ ફાઇનલ માનવામાં આવે છે. હાલ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તે ફોર્મ ભરશે. બીજી તરફ આવતી કાલે મતદાન થશે. પરંતુ જો આજે કોઈ અન્ય વ્યક્તિ ફોર્મ ન ભરે તો આજે જ પ્રદેશ અધ્યક્ષના નામની થઈ શકે છે જાહેરાત. આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે બપોરે 12.39 કલાકે 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે. બીજી તરફ હવે એવી પણ…

ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે કરી લાલ આંખ, 15 દિવસમાં જ ઉકેલ્યા આટલા કેસ

સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ…

Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ

પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરામાં ધારી પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. જેમાં મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેશન સામે આવ્યું છે. મૌલવીના મોબાઈલમાંથી પાક-અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે. ગઈકાલે ધારીના હિમખીમડી પરામાં ગઈકાલે કાલે ધારી પોલીસે તપાસ કરી હતી. જેમાં પોલીસને મૌલાનાની ગતિવિધિઑ પર શંકા ગઈ હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને મૌલાનાના ફોનમાંતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને SOG એ મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે મૌલાનાનો મોબાઈલ ફોન લઈ વધુ તપાસ માટે FSLમાં મોકલ્યો છે. મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો…

Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ

પહેલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામા 28 લોકોનામોત થયા હતા. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત હત્યા હતા. જેમના મૃતદેહોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના શૈલેષ કળથિયાનું પણ મોત થયું હતું. જેમની અંતિમ યાત્રા આજે સવારે સુરત ખાતે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. શૈલેષ કળથિયાને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા હતા. મૃતકના પત્નીએ પાટીલને અનેક રજૂઆત કરી હતી અને પાટીલે તમામ રજૂઆત સાંભળી હતી. આતંકી હુમલામાં મૃતઉ પામેલ સુરતના શૈલેષ કળથિયાનો મૃતદેહ ગઇકાલે સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને શહીદ જેવું સન્માન આપવામાં આવ્યું હતું. આજે સવારે મૃતદેહ ઘરે પહોંચતા પરિજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે શૈલેષ કળથિયા અંતિમ…