PSI–LRD શારીરિક કસોટી માટે 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં શારીરિક પરીક્ષાનો પ્રારંભ

ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની સીધી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરી 2026થી શારીરિક કસોટી શરૂ થશે, જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આજે 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે. PSI અને LRD માટે અરજી કરનાર ઉમેદવારો હવે પોતાનું કોલ લેટર સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. શારીરિક કસોટી પ્રથમ અને મહત્વપૂર્ણ તબક્કો ભરતી પ્રક્રિયાનો શારીરિક કસોટી તબક્કો અત્યંત મહત્વનો છે. દોડ સહિતના તમામ શારીરિક માપદંડોમાં પાસ થનાર…