ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતપુત્ર તરીકે પોતાનો પરિચય આપ્યો, અમરેલીમાં ટ્રેક્ટર ચલાવી અને ખેડૂતો સાથે ચર્ચા કરી
ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો છે. પોતાના પ્રભારી જિલ્લા અમરેલીના સનાળા ગામે ખેડૂત મિત્ર રમેશભાઈના ખેતરે પહોંચેલા કૃષિ મંત્રીએ ખેતરની ધૂળ અને માટી વચ્ચે રહીને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો હતો. કૃષિ મંત્રીએ ખેતરમાં પહોંચીને માત્ર મુલાકાત જ ન લીધી, પરંતુ સ્વયં ટ્રેક્ટરના સ્ટિયરિંગ પર બેસીને ખેતરમાં સવડું એટલે કે, હળ હાંક્યું હતું. એક કુશળ ખેડૂતની જેમ જમીન ખેડતા કૃષિ મંત્રીને જોઈને ત્યાં હાજર અન્ય ખેડૂતો પણ ગદગદિત થયા હતા. આ વેળાએ કૃષિ મંત્રીએ ખેતરમાં ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી હતી. તેમણે ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, માટી સાથેનો આ સ્પર્શ ખેડૂતોના રાત-દિવસના પરિશ્રમ અને…







