પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર તાલિબાનનો હુમલો, 19 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો

પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચેની સરહદ ડ્યુરન્ડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. TTP આતંકવાદીઓ દ્વારા 16 પાકિસ્તાની સૈનિકોની હત્યા કર્યા પછી, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના આ હુમલામાં લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે TTP આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલાથી ગુસ્સે થઈને, તાલિબાને ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો અને 19 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો. આ સિવાય તેણે 2 પાકિસ્તાની પોસ્ટ કબજે કરવાનો પણ દાવો કર્યો છે.તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન અંગ્રેજો દ્વારા દોરવામાં આવેલી ડ્યુરન્ડ લાઇનને સ્વીકારતું નથી. આ કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂઆતથી જ સ્થિતિ તણાવપૂર્ણ છે. હવે બંને દેશોએ એકબીજા…