મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો

મ્યાનમાર, બેંગકોક, ચીન અને ભારતની ભૂમિને વિનાશક ભૂકંપે હચમચાવી દીધી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 જણાવવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગ શહેર નજીક હતું. ભૂકંપથી બેંગકોકમાં સૌથી વધુ વિનાશ થયો છે. ત્યાં ગગનચુંબી ઇમારતો પત્તાના ઢગલા જેવી તૂટી પડી. એક મસ્જિદ ધરાશાયી થઈ છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પણ વાંચો :- UAE 500થી વધુ ભારતીય નાગરિકો સહિત 1295 કેદીઓને મુક્ત કરશે, રમઝાન પર સામુહિક માફીની જાહેરાત યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઇંગ શહેરથી 16 કિમી ઉત્તરપશ્ચિમમાં, મંડલે નજીક અને સપાટીથી 10 કિમી નીચે હતું. ભૂકંપના કારણે રાજધાની નાયપીડોના રસ્તાઓ પર મોટી તિરાડો પડી ગઈ છે અને ઘણી ઊંચી ઇમારતોને પણ નુકસાન થયું…