ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત, કોર્ટે સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી
રાઉસ એવન્યુ કોર્ટે આજે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત આપી છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા ભાજપના સાંસદ સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસ પર સંજ્ઞાન લેવાનો ઇનકાર કરી દીધો, અને તેમની ફરીયાદ ફગાવી દીધી હતી.. સત્યેન્દ્ર જૈને આરોપ લગાવ્યો હતો કે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો આપ્યા -> બાંસુરી સ્વરાજે શું કહ્યું? :- આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે તેમના પરિસરમાં EDની તપાસ દરમિયાન 3 કરોડ રૂપિયા રોકડા અને 1.8 કિલો વજનના 133 સોનાના સિક્કા મળી આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના સાંસદે તેમને ભ્રષ્ટ અને છેતરપિંડી કરનાર કહીને બદનામ કર્યા છે.…







