ભરૂચના જંબુસર નજીક બોટ પલટી: 30થી વધુ શ્રમિકો હતા સવાર, 1નું મોત

જંબુસરના આસરસા ગામ નજીક આજે એક ગંભીર બોટ દુર્ઘટના બની છે. ONGCના ડ્રિલિંગ માટે જતા શ્રમિકોની બોટ દરિયામાં પલટી જતા 30થી વધુ કામદારો પાણીમાં ખાબક્યા, જેમાં એક યુવાનનું મોત થયું છે. ઘટનાને પગલે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની વિગતો – બોટમાં લગભગ 30થી વધુ કામદારો સવાર હતા. – અચાનક ઊંચા મોજા અને બોટમાં ભરી રહેલા કામદારોના ભારને કારણે બોટ પલટી ગઈ. – મૃતક: રોહિત ગણપત મકવાણા – લાપતા: નરેશ અનોપ રાઠોડ – બાકીના કામદારોને તાત્કાલિક જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી. બચાવ કામગીરી સ્થાનિક પોલીસ, 108 ટીમ અને ગામલોકોની મદદથી બચાવ કાર્ય ચાલુ છે. લાપતા નરેશ અનોપ રાઠોડને શોધવા સ્થાનિક માછીમારો અને બચાવ દળ જોડાયા છે. સુરક્ષા મામલે ચિંતાઓ બચાવ માટે…

ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટના ખલાસીઓએ તાત્કાલિક મદદ પહોંચાડતા એક મોટી જાનહાનિ ટળી. શું બન્યું? બોટના પંખાનો એક મહત્વનો ભાગ તૂટી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું અને થોડી જ વારમાં બોટ ડૂબી ગઈ. 9 ખલાસીઓએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. નજીકમાં રહેલી બીજી બોટના ખલાસીઓએ સમયસર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને તમામને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા. બચાવ બાદની કામગીરી હાલ ડૂબેલી બોટને પાણીની સપાટી પરથી બહાર લાવવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 10 થી 12 બોટોની મદદથી દોરડાથી બાંધીને બોટને કિનારે ખેંચવાની કોશિશ…

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ઘટના : કૌડિયાલા નદીમાં હોડી પલટી, 20થી વધુ લોકો ગુમ

ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૌડિયાલા નદીમાં એક હોડી પલટી જતા 20થી વધુ લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અહેવાલો પરથી જાણવા મળ્યું છે. ઘટના બનતાની સાથે જ આસપાસના ગામોમાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં વહેતા લોકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ હોડીમાં સ્થાનિક ગામલોકો બજાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે હોડી અચાનક સંતુલન ગુમાવીને પલટી ગઈ. હોડીમાં કુલ કેટલા લોકો સવાર હતા તે અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ 20થી વધુ લોકો ગુમ થયા છે અને કેટલાક લોકોને સ્થાનિક માછીમારો અને ગ્રામજનો દ્વારા બચાવાયા છે. સ્થાનિક વહીવટીતંત્રે ઘટના બાદ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દીધી છે, જ્યાં બચાવ કામગીરી ચાલી રહી…