થાઇલેન્ડમાં દારૂ પીવાનો સમય નક્કી! : બપોરે 2થી સાંજે 5 સુધી પ્રતિબંધ, નિયમ તોડનારને ભારે દંડ
સ્ટ્રીટ ફૂડ, દરિયાકિનારા અને નાઇટલાઇફ માટે જાણીતું થાઇલેન્ડ હવે તેના દારૂ પીવાના નિયમોમાં ફેરફાર લઈને આવ્યું છે. હવે દેશભરમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દારૂ પીવા પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળામાં દારૂ પીતા કે વેચતા ઝડપાયેલા લોકોને ભારે દંડનો સામનો કરવો પડશે. દારૂ પીવા માટે નક્કી સમયસીમા થાઇલેન્ડ સરકારે નવા નિયમો હેઠળ સ્પષ્ટ કર્યું છે કે બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી દારૂ પીવું કે વેચવું બંને ગેરકાયદેસર ગણાશે. આ નિયમ 8 નવેમ્બર 2025થી અમલમાં આવ્યો છે. ઉલ્લંઘન કરનારાઓને 10,000 થાઇ બાહ્ટ (લગભગ ₹27,357 ભારતીય રૂપિયા)નો દંડ ફટકારવામાં આવશે. નિયમનો ભંગ પણ દંડનીય નિયમ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ બપોરે 1:59 વાગ્યે બીયર ખરીદે અને 2:05 વાગ્યા સુધી પીવાનું ચાલુ રાખે, તો તેને પણ…
મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો
મ્યાનમાર, બેંગકોક, ચીન અને ભારતની ભૂમિને વિનાશક ભૂકંપે હચમચાવી દીધી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 જણાવવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગ શહેર નજીક હતું. ભૂકંપથી બેંગકોકમાં સૌથી વધુ વિનાશ થયો છે. ત્યાં ગગનચુંબી ઇમારતો પત્તાના ઢગલા જેવી તૂટી પડી. એક મસ્જિદ ધરાશાયી થઈ છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પણ વાંચો :- UAE 500થી વધુ ભારતીય નાગરિકો સહિત 1295 કેદીઓને મુક્ત કરશે, રમઝાન પર સામુહિક માફીની જાહેરાત યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઇંગ શહેરથી 16 કિમી ઉત્તરપશ્ચિમમાં, મંડલે નજીક અને સપાટીથી 10 કિમી નીચે હતું. ભૂકંપના કારણે રાજધાની નાયપીડોના રસ્તાઓ પર મોટી તિરાડો પડી ગઈ છે અને ઘણી ઊંચી ઇમારતોને પણ નુકસાન થયું…








