અરુણ જેટલી સ્ટેડિયમમાં સુરક્ષામાં ખામી, 3 ચાહકો બેરિકેડ તોડીને કોહલીને મળવા મેદાનમાં ઘૂસ્યા

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રેલવે વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. જ્યારે ત્રણ અતિ ઉત્સાહી ચાહકો બેરિકેડ તોડીને વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘૂસી ગયા હતા. ચાહકો માટે સુરક્ષા ઘેરાબંધી તોડીને પોતાના ક્રિકેટ હીરોને મળવા જવું સામાન્ય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન આ વધુ સામાન્ય છે. હવે રણજીમાં પણ આવું બન્યું છે. ૧૨ વર્ષ પછી કોહલીની રણજી ટ્રોફીમાં વાપસીને કારણે, મોટી સંખ્યામાં ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યા હતા. સામાન્ય રીતે રણજી ટ્રોફીની મેચ ખાલી સ્ટેડિયમમાં રમાતી હોય છે. કોહલીની હાજરીને કારણે મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી, પરંતુ તેમ છતાં, ત્રણ ચાહકો 20 થી વધુ ગાર્ડના જૂથને ચકમો આપીને મેદાનમાં પ્રવેશવામાં સફળ રહ્યા. જોકે, આ ત્રણ ચાહકો તરત જ…