મહારાષ્ટ્રના થાણેમાં ભયાનક અકસ્માત: બેકાબૂ કારએ અનેક વાહનોને અડફેટે લીધા, 4નાં મોત

થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે સાંજે એક દિલદહોળી નાખનાર અકસ્માત સર્જાયો હતો. શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા કાર બેકાબૂ થઈ ગઈ અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારતા ચાર લોકોના મોત થયા છે. અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. CCTV ફૂટેજમાં કેદ થયેલા ભયાનક દ્રશ્યો અકસ્માતના CCTV ફૂટેજમાં દેખાય છે કે સાંજે 6:42 વાગ્યે ઝડપી ગતિએ આવી રહેલી કાર એકના પછી એક 4–5 વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં બે બાઇક પણ સામેલ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે એક બાઇક સવાર હવામાં ઉછળી ફ્લાયઓવરની બીજી બાજુ જઈ પડ્યો. દ્રશ્યો એટલા ચોંકાવનારા છે કે સ્થાનિક લોકો વચ્ચે ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. મૃતકો અને ઘાયલો કાર…