મહારાષ્ટ્રના થાણેમાં ભયાનક અકસ્માત: બેકાબૂ કારએ અનેક વાહનોને અડફેટે લીધા, 4નાં મોત

થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે સાંજે એક દિલદહોળી નાખનાર અકસ્માત સર્જાયો હતો. શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા કાર બેકાબૂ થઈ ગઈ અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારતા ચાર લોકોના મોત થયા છે. અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

CCTV ફૂટેજમાં કેદ થયેલા ભયાનક દ્રશ્યો
અકસ્માતના CCTV ફૂટેજમાં દેખાય છે કે સાંજે 6:42 વાગ્યે ઝડપી ગતિએ આવી રહેલી કાર એકના પછી એક 4–5 વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં બે બાઇક પણ સામેલ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે એક બાઇક સવાર હવામાં ઉછળી ફ્લાયઓવરની બીજી બાજુ જઈ પડ્યો. દ્રશ્યો એટલા ચોંકાવનારા છે કે સ્થાનિક લોકો વચ્ચે ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી.

મૃતકો અને ઘાયલો
કાર ચાલક સહિત 4 લોકોનું મોત, 3 લોકો ગંભીર રીતે ઘાયલ, હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘાયલોમાંથી બેની હાલત અત્યંત નાજુક હોવાનું જણાય છે.

અકસ્માતનું મુખ્ય કારણ — હૃદયરોગનો હુમલો
પોલીસના પ્રાથમિક અહેવાલ પ્રમાણે, કાર ચાલકને ડ્રાઇવિંગ દરમ્યાન હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણે કાર પરનું નિયંત્રણ છૂટી ગયું અને અકસ્માત બન્યો. અકસ્માત બાદ ફ્લાયઓવર પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો. પોલીસ અને સ્થાનિક નાગરિકોએ તરત જ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે PM મોદી અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક રાજદ્વારી સમીકરણો વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી છે. ગુરુવારે થયેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો, સુરક્ષા સ્થિતિ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી આ વાતચીતને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હાલ પશ્ચિમ એશિયામાં અનેક પડકારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામે આવી રહ્યા છે. બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ચાર મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…