રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ
વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની ‘શૌર્યભૂમિ’ ધંધુકા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ઝવેરચંદ મેઘાણીએ 1928માં રચેલું અમર કાવ્ય ‘ચારણ-કન્યા’ આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્ક ‘ચારણ-કન્યા’ વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ થયું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જના મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા…







