પેપર લીક મામલે 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઉતરશે ઠાકરે બંધુઓ
મહારાષ્ટ્રમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થી આંદોલન વચ્ચે હવે રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. બંને નેતાઓએ જણાવ્યું છે કે આ મોરચો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના રોષને સરકાર સુધી પહોંચાડવા માટે યોજવામાં આવશે. મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઠાકરે બંધુઓએ પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને સરકારને આ મુદ્દે જવાબદારી લેવી જોઈએ. ઠાકરે બંધુઓની સંયુક્ત જાહેરાત ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાના અધિકારો માટે લડી રહ્યા છે અને સરકાર તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેતી નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ…
મોરબીનાં આ ધારાસભ્યએ સરકાર સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી સહાય આપવા કરી રજુઆત
ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લબજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતનાને પત્ર લખી ખેડૂતોને પડેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારને પત્ર લખી રજૂઆતમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર મોરબી ટંકારા પડધરી રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયેલ છે. કમોસમી વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખૂબ જ નુકસાન થયેલ છે. જેમાં મગફળી, કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇ મારા મતવિસ્તારમાં સત્વરે નુકસાનનું સર્વે કરાવી ખેડૂતોને સહાય પેટે વળતર આપવા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,…








