મોરબીનાં આ ધારાસભ્યએ સરકાર સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી સહાય આપવા કરી રજુઆત

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લબજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતનાને પત્ર લખી ખેડૂતોને પડેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારને પત્ર લખી રજૂઆતમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર મોરબી ટંકારા પડધરી રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયેલ છે. કમોસમી વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખૂબ જ નુકસાન થયેલ છે. જેમાં મગફળી, કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇ મારા મતવિસ્તારમાં સત્વરે નુકસાનનું સર્વે કરાવી ખેડૂતોને સહાય પેટે વળતર આપવા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પાસે માંગ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કતારના રાસ લફાન LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 13નાં મોત, અનેક ભારતીયો અસરગ્રસ્ત

કતરના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ઉત્પાદન કેન્દ્રોમાંથી એક એવા રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થયેલા ભીષણ વિસ્ફોટે ભારે જાનહાનિ સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો સહિત…

લખનઉ અગ્નિકાંડ: SIT તપાસ શરૂ, 7 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ

લખનઉમાં તાજેતરમાં બનેલી ભીષણ અગ્નિકાંડની ઘટનાને લઈને ઉત્તર પ્રદેશ સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. SIT…