મુંબઈના મુલુંડમાં મેટ્રોના થાંભલાનો એક ભાગ તૂટી પડ્યો, 4 લોકો ઇજાગ્રસ્ત ઘાયલ

શનિવારે બપોરે મુંબઈના મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં મેટ્રો બાંધકામ દરમિયાન એક મોટો અકસ્માત થયો. LBS રોડ પર નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો ભાગ અચાનક તૂટી ગયો અને નીચેથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા અને કાર પર પડ્યો. આ અકસ્માતની ઘટના જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન કંપની પાસે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના બપોરે 12:20 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતમાં ઓટો-રિક્ષામાં સવાર ત્રણથી ચાર લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. માહિતી મળતાં જ, મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રો ઓથોરિટીના કર્મચારીઓ, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. પોલીસે શરૂ કરી તપાસ પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો છે. બીજી તરફ ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી કાટમાળ સાફ કરવાનું…

મુંબઈના કિંગમેકર કોણ..? GUJARATI NEWS BULETIN

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ બોડીની મતગણતરી પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ–મહાયુતિ આગળ બીએમસી સહિત પુણે–પિમ્પરી ચિંચવડ પર સૌની નજર કોંગ્રેસ પાછળ, રાહુલ ગાંધીનો મતચોરીનો આક્ષેપ થાણે, નાશિક, નવી મુંબઈ સહિતના શહેરોમાં મતગણતરી કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી પારદર્શક પરિણામોની ખાતરી પ્રારંભિક પરિણામો મહાયુતિ માટે રાજકીય લાભદાયક સાબિત થઈ શકે