અંડરવર્લ્ડ કનેક્શનને લઈ મમતા કુલકર્ણીનું મોટું નિવેદન, દાઉદ ઈબ્રાહીમને લઈ જાણો શું કહ્યું
90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી ઘણા વર્ષો પછી ચર્ચામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં, તે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની હતી. જોકે, તેમની નિમણૂકથી વિવાદ થયો હતો, જેના કારણે તેમને અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, મમતા કિન્નર સમુદાય સાથે સંકળાયેલી રહી. હવે, અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે. મમતા પોતાના સમયની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક હતી. જોકે, જ્યારે અંડરવર્લ્ડ સાથેના તેના સંબંધોની અફવાઓ ફેલાઈ ત્યારે તેની કારકિર્દી પાટા પરથી ઉતરી ગઈ. કોઈને ખબર નહોતી કે આમાં કેટલું સત્ય છે. હવે, ઘણા વર્ષો પછી, મમતાએ અંડરવર્લ્ડ સાથેના તેના કનેકશનને લઈ એક નિવેદન બહાર પાડ્યું છે. તેણે દાઉદ ઇબ્રાહિમ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં મમતા કુલકર્ણી…







