શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનો કરાવ્યો શુભારંભ, જાણો વિગત

અમદાવાદ : શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના અસારવા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો પ્રજાને અર્પણ કર્યા હતા. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડના વિવિધ વિસ્તારોમાં જન સુખાકારીમાં વધારો કરતા વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ ઇદગાહ સર્કલ પર નવનિર્મિત ચબૂતરો અને સર્કલનું લોકાર્પણ કરાવ્યું હતું. આ ઉપરાંત, શાહીબાગમાં નમસ્તે સર્કલ પાસે આવેલા હાજીપુરા ગાર્ડન ખાતે નવનિર્મિત ગજેબો તથા ડફનાળા જંક્શન પર નવનિર્મિત કમળ સ્કલ્પચરનું પણ મંત્રીએ લોકાર્પણ કરાવ્યું હતું. અસારવા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, સ્થાનિક કાઉન્સિલરઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER…