Surat : પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટમાં વિલંબ, મુસાફરોને 12 કલાક સુધી રાહ જોવી પડી

સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે સુરત એરપોર્ટ પર પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાનની શક્યતા જોવા મળી, જેના લીધે ટેકનિકલ ટીમે તરત તપાસ હાથ ધરી. મૂલ્યાંકન પછી સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી, જેનાથી નિર્ધારિત ઉડ્ડયનમાં મોટો વિલંબ થયો.

મુસાફરોમાં ભારે હાલાકી
ફ્લાઇટમાં કુલ 133 મુસાફરો સવાર હતા. પ્લેન ગ્રાઉન્ડેડ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા અને અંદાજે 12 કલાક સુધી રાહ જોવાઈ. એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો.

બીજું પ્લેન મોકલાયું
પરિસ્થિતિને સુલજાવવા માટે એરલાઇન્સે જયપુરથી સુરત જતી બીજી ફ્લાઇટને ડાયવર્ટ કરીને સુરત મોકલી. આ વૈકલ્પિક વિમાન રાત્રે 7:45 વાગ્યે સુરત પહોંચ્યું. તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, રાત્રે 8:41 વાગ્યે ફ્લાઇટે અંતે બેંગકોક માટે ઉડાન ભરી.

સુરત એરપોર્ટ પર વારંવાર બર્ડ હિટની ઘટનાઓએ વિમાનની સુરક્ષા અને એરપોર્ટ આસપાસની સફાઈ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…