Surat : સુરતવાસીઓ માટે સારા સમાચાર, પાણી બિલમાં મળશે રાહત

સુરત શહેરીજનોને રાહત આપવા મનપાની સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કરદાતાઓ અને પાણી બિલમાં રાહત આપવામાં આવશે. સુરતવાસીઓનું 41 હજાર મિલકતોના પાણી બિલમાં વ્યાજ માફ થશે. તેમજ 30 જુન સુધીમાં જે લોકો પાણીનું બીલ ભરશે તેમને ફાયદો થશે.

આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ

મનપાની સ્થાયી સમિતિ સુરતવાસીઓના મિલકતોને લઈને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કરદાતાઓને 100 ટકા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે. 35536 રહેણાંક મિલકતમાં બાકી વ્યાજની રકમ 17.29 કરોડ થાય છે જ્યારે 30 ધાર્મિક મિલકતમાં બાકી વ્યાજ રૂ.26 હજાર અને બિનરહેણાંક મિલકતમાં બાકી વ્યાજ રૂ.10.55 કરોડ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :- રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ

SMC મુજબ પાલિકાને કુલ 40,631 મિલકતો પાસેથી પાણીનું બીલ લેવાનું બાકી બોલે છે. લોકોમાં બિલ ભરવામાં ઉત્સાહ આવે માટે 30 જુન 2025 સુધીમાં બાકી નીકળતું પાણીનું બીલ ભરનારને લાભ આપવાનો મનપાએ નિર્ણય કર્યો છે. SMCના આ નિર્ણયથી બાકી રહેલ પાણી બિલ ભરાતા પાલિકાની આવકમાં વધારો થશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *