સુરતમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પરિવારજનોએ સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું
મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલીગેન્સ રેસીડેન્સીમાં ડી-બિલ્ડીંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલીયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાત્રે અચાનક શિલ્પાબેને ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગઈકાલે રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી શિલ્પાબેન આપઘાત કર્યો હતો.શિલ્પાબેને રૂમનો દરવાજો બંધ કરી આપઘાત કરી લીધો હતો.
જેથી પરિવારને જાણ થતા દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો ના ખુલતા ફાયરમાં જાણ કરી હતી. ફાયરના જવાનોએ દરવાજો તોડ્યો અને અંદર જોતા શિલ્પાબેન લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આપઘાતની જાણ પિયર પક્ષના લોકોને થતા તેઓ તાત્કાલિક અંકલેશ્વરથી સુરત પહોંચ્યા હતા. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
આ પણ વાંચો :- Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
પરિણીતાના મોતને પગલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે મૃતક શિલ્પાબેનના ભાઈ રાહુલ પરમારે જણાવ્યું હતું કે, અમે અંકલેશ્વર રહીએ છીએ આજે સવારે અમને જાણ થઇ કે મારી બહેને આજે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મારી બહેનને તેના સાસરી પક્ષના લોકો માનસિક રીતે ખૂબ જ હેરાન કરતા હતા. ત્રણ દિવસ પહેલા જ એમના સાસરીવાળા લોકો અમારે ઘરે આવ્યા હતા અને મારી બહેનને લઇ ગયા હતા. નાની-નાની બાબતોમાં મારી બહેનને હેરાન કરતા હતા અને માનસિક રીતે ટોર્ચર કરતા હતા. મારી બહેનનો પતિ કઈ કામકાજ કરતો ન હતો.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








