સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. માતા-પિતા સાથે પુત્રએ ઝેરી દવા ગટગટાવી છે. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :- Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી
મળતી માહિતી મુજબ 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પુત્ર બેક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લેણદારો હેરાન કરતા હતા. જેથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પરિવારના સંબંધીએ જણાવ્યું હતુ કે, તેઓ હિરાની કામગીર કરતા હતા. ત્યારે ધંધામાં નુકશાન અને મેડિકલ કંડીશન ઉભી થતા દેવું વધી ગયું છે. લોનના 4 થી 5 હપ્તા માથે ચઢી ગયા હતા. તેઓ જે ફ્લેટ રાખ્યો હતો કે વેચી નાખ્યો હતો. તે બાદ પણ તેઓને પૈસાની ભારે તંગી હતી.જેના કારણે તેઓએ કામ કદમ ઉઠાવ્યો છે.
આ પણ વાંચો :- Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
જો કે, આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. અને સુસાઇડ નોટને કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, સરકાર દ્વારા વિવિધ વાયદાઓ કરવામાં આવે છે પરંતુ કોઇ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે આર્થિક મુશ્કેલી અને લેણદારોના ત્રાસથી લોકો આત્મહત્યાનો રસ્તો સ્વિકારે છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








