અમદાવાદ તથા વડોદરાની સ્કૂલને મળી બોમ્બની ધમકી, તંત્ર દોડતું થયું

ભારતમાં છેલ્લા ઘણા સમયથી પ્લેન અને શાળાઓ તથા કચેરીઓને બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન આજે ફરી અમદાવાદ અને વડોદરાની શાળાઓને બોમ્બની ધમકી મળતા હડકંપ મચ્યો છે. બોમ્બની ધમકીને લઈ તંત્ર એક્શનમોડમાં આવ્યું છે. આ સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોડ સ્થળ પર પહોંચ્યા છે.

ગુજરાત સહિત દેશમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદની ત્રણ અને વડોદરાની આઠ સ્કૂલને ઈમેઈલથી બોમ્બની ધમકી મળી છે. વડોદરામાં ઊર્મિ સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કુલ બગીખાના અને ડી આર અમીન સહિતની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા ઇસમે ધમકીભર્યો ઈ-મેઈલ કર્યો હતો. ઈમેઈલ મળતા જ વડોદરાની સ્કૂલોમાં વિધાર્થીઓને રજા આપી દેવાઈ છે.

અમદાવાદની ત્રણ શાળોને બોમ્બની ધમકી  
અમદાવાદ શહેરની મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ, સેટેલાઇટમાં આવેલી A વન સ્કૂલ અને કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને ઇમેલ દ્વારા.બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઈમેઈલ દ્વારા બોમ્બની ધમકી મળતા જ બોમ્બ, ડોગ સ્ક્વોડની ટીમો સ્કૂલ પર પહોંચી છે. સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ પર પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…