વડોદરા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દ્વારા કરાઈ તાત્કાલીક કાર્યવાહી

વડોદરા અને અમદાવાદમાં કેટલાક શાળાઓને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરામાં 3 સ્કૂલોને અને અમદાવાદમાં 4 સ્કૂલોને ધમકી મળતાં પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષા પગલાં કડક કરવામાં આવ્યા.

અમદાવાદની સ્કૂલોને મળી બોમ્બની ધમકી
અમળેટમ માહિતી મુજબ, નીચેની સ્કૂલોને ઈ-મેલ દ્વારા બોમ્બ ધમકી આપવામાં આવી હતી:
– DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
– એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
– A વન સ્કૂલ, સેટેલાઇટ
ધમકી મળતા જ, સ્કૂલો ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરક્ષાની દૃષ્ટિએ ત્રણેય સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી.

વડોદરાની સ્કૂલો ખાલી કરાવી
– ડી.આર.અમિન
– ઉર્મિ સ્કૂલ અને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ
– નાલંદા સ્કૂલ
ખાસ કરીને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી, સમગ્ર કેમ્પસ પર પોલીસ કબ્જો રાખ્યો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરી.

પોલીસની તપાસ અને સલામતી પગલાં હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સુરક્ષા પગલાં તરીકે સમગ્ર પરિસરમાં તપાસ ચાલુ છે. ધમકી કોણે અને શા માટે આપી તે અંગે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં ચિંતા વચ્ચે, પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

આ બનાવને પગલે વાલીઓમાં ચિંતા જોવા મળી છે, ત્યારે પોલીસ અને સુરક્ષા ટીમોએ તાત્કાલીક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડ્યાં છે. હાલ તપાસ ચાલુ છે અને શાળાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ… Breakthrough

Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ! 47 હજારથી વધુ રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપ, EDએ ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી અમદાવાદ: ગુજરાતના Dholera સ્માર્ટ સિટીના નામે પ્લોટિંગ અને ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો સાથે કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનો મોટો મામલો સામે આવ્યો છે. નેક્સા એવરગ્રીન ગ્રૂપ સામે નોંધાયેલા આ કેસમાં ₹2,676 કરોડના પોંઝી કૌભાંડના આરોપો છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના જયપુર ઝોનલ કાર્યાલયે ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હોવાની માહિતી સામે આવી છે. આરોપ મુજબ, ગ્રૂપે Dholeraસ્માર્ટ સિટીમાં પ્લોટિંગ અને દર અઠવાડિયે 3 ટકા વળતર આપવાની લાલચ આપીને 47 હજારથી વધુ રોકાણકારોને પોતાની યોજનાઓમાં રોકાણ કરવા પ્રેર્યા હતા. EDની કાર્યવાહી હેઠળ અમદાવાદ, Dholera, ધંધૂકા, સીકર અને ગોવા સહિતના વિસ્તારોમાં આવેલી સંપત્તિઓનો સમાવેશ…