ગુજરાતમાં ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ, રાજ્ય સરકારે લીધું કડક પગલું

ગુજરાત સરકારે ચરસ, ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું કરીને રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે આ વસ્તુઓનું વેચાણ ઈ-કોમર્સ, પાનના ગલ્લા, લારી અને દુકાનો પર પણ નહીં થઈ શકે.

યુવાનો અને જાહેર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પગલું
ગુજરાત સરકારે આ પગલું યુવાનોને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસમાં ભર્યું છે. રાજ્યમાં રોલિંગ પેપરની હેરાફેરી ગેરકાયદે ગણાશે.

અમદાવાદમાં પોલીસે ઝડપ્યો મોટો જથ્થો
અમદાવાદ શહેરની વટવા સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડ્યો અને 1,30,820 સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપર જપ્ત કર્યા. પોલીસે અતુલ ચૌહાણ નામના વેપારીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દ્વારા જાહેરને સ્પષ્ટ સંકેત મળ્યો કે રાજ્યમાં ડ્રગ્સના મુદ્દે શૂન્ય સહનશીલતા રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

બાજરી, જુવાર અને મકાઈ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ: ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજીયાત

બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી…