Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી

વડોદરાના ભાયલીની વિબગ્યોર સ્કૂલને દંડ ફટકાર્યો છે. શાળામાં ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાની માહિતી સામે આવી હતી.જેથી RTE એક્ટનો અમલ ન થતો હોવાથી DEOએ કાર્યવાહી કરી છે. અને સ્કૂલને 30 હજારનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વડોદરા DEO મહેશ પાંડે જણાવ્યું કે, ”વિબગ્યોર સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના 100થી 150 વાલીઓ સ્કૂલ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવ્યા હતા. જેના પગલે તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસ ટીમ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેના પગલે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને સ્કૂલને 30 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે”

આ પણ વાંચો :- gandhinagar : ગુજરાત સરકારને મળી અરજીઓ, એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા

મળતી માહિતી મુજબ, છેલ્લા 3-4 મહિનાથી આચાર્ય વિના જ શાળા ચાલે છે. અને શાળામાં લાયકાત વિનાના શિક્ષકો રાખ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. શાળામાં ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે વાલીઓની રજૂઆત બાદ DEO ઓફિસે તપાસના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પોદાર સ્કૂલ સામે પણ DEOએ કાર્યવાહી કરી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *