જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદિત નિવેદન લઈને બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. આજે-કાલે બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓને બાદ કરતાં શહેર બંધ રહેશે. દવા, હોસ્પિટલ, જરૂરી ચીજોની દુકાનો ચાલુ રહેશે. મહત્વનું છે કે, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું
વીરપુરની બેઠકમાં આગેવાનોનું સ્વામીને અલ્ટીમેટમ, સ્વામી કાલે સાંજ સુધીમાં વીરપુર આવી રૂબરૂ માફી માગે. માફી નહીં તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર થશે. વિવાદિત નિવેદન બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી તેમ છતાં વિરોધ શમવાનું નામ નથી લેતો. સંત શિરોમણી જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે. યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી
યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માગ કરી છે. આ અંગે એક વેપારી આગેવાને જણાવ્યું કે, વીરપુરના દરેક સમાજના આગેવાનોની એક મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે, આવતીકાલ રાત સુધીમાં જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના ચરણોમાં શીશ ન ઝૂકાવી જાય, ત્યાં સુધી વીરપુર બે દિવસ બંધ રહેશે. પરમ દિવસે વીરપુરના દરેક સમાજના લોકો એકત્રિત થઈ આગળની રણનીતિની અમે જાહેરાત કરીશું.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








