રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે.
આ પણ વાંચો :- ગુજરાતમાં ગરમી પડવાની શરુઆત, મહત્તમ તાપમાનમાં થશે વધારો
કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી,ડીસામાં 35.1 ડિગ્રી, રાજકોટમાં 35.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 34.7 ડિગ્રી,વડોદરામાં 34.6 ડિગ્રી, સુરતમાં 33.2 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી, અમરેલી 34.5 ડિગ્રી,ભાવનગરમાં 32.4 ડિગ્રી, કેશોદમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
ગુજરાતમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








