Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન

હળવદમાં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનું સામે આવ્યું છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રાદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે હળવદમાં સ્વામીના બફાટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સ્વામીના બફાટનો વિડિયો બે દિવસ પહેલાનો જ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણમાં હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ હરી સ્વામીએ ચારણબાઇ પર બફાટ કર્યો હતો. જેના કારણે આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી અન્ય કોઇ વ્યક્તિને થયેલ રોગ વિશે વાત કરી રહ્યા છે.

તેઓએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિને રોગ થતા તેમના સસરાએ ચારણબાઇ પાસેથી મંત્ર લખેલો પાળો આપ્યો હતો. જે પાળાને દોરામાં બાંધીને સસરાએ જમાઇને બાંધ્યો હતો. તે ટાણે સ્વામિનારાયણ ભગવાન દર્શન આપવા આવ્યા હતા. પરંતુ ગળામાં પાળો જોઇને સ્વામિનારાયણ ભગવાન પાછા જતા રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે, પાળાના કારણે તેઓ પાછા જતા રહ્યા હતા, પાળો કાઢીને સવારે મંદિરમાં આવજો.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ

સ્વામીએ વધુમાં કર્યું હતું કે સ્વામિનારાણય ભગવાને કિધું કે પાળો કાઢશો એટલે સમસ્યા દૂર થઇ જશે અને સાજા થઇ જશો. ત્યારે ચારણબાઇ વિશે આવો બફાટ કરતા લોકોના નારાજગી જોવા મળી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *