રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે. માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે.આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે.
આ પણ વાંચો :- Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત
ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી,ડીસામાં 37.8, વડોદરામાં 36.4 ડિગ્રી,સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી,નલિયામાં 36.4 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી,અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 32.4 ડિગ્રી,ભાવનગરમાં 35.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36.5 ડિગ્રી,મહુવામાં 33.4 ડિગ્રી, કેશોદ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે.
આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધશે :- વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 20 ટકા નોંધાઇ હતી. ઉત્તર-પશ્ચિમ દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, આગામી ચાર દિવસ સુધી કચ્છથી લઇને વલસાડ સુધીના 1600 કિલોમીટરના દરિયા કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે. ત્યારબાદ ફરી તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







