અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત

રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…