સુરેન્દ્રનગરમાં પોલીસ પર છરીથી હુમલો કરતા સ્વબચાવમાં PSIએ આરોપીના પગમાં મારી ગોળી

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કાર્યવાહી દરમિયાન ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મારામારીના એક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા PSIએ સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી.

મળતી માહિતી મુજબ, દેવરાજ બોરાણા નામના આરોપીને પોલીસ દ્વારા મારામારીના કેસમાં પકડવામાં આવ્યો હતો. બાદમાં શિયાણી ગામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પોલીસ આરોપીને સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ અચાનક છરી કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

પોલીસકર્મી ઈજાગ્રસ્ત
આરોપીના હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફરજ પર હાજર PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

આરોપી સારવાર હેઠળ, તપાસ ચાલુ
ઘટના બાદ આરોપી દેવરાજ બોરાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટના સંબંધિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આરોપી દ્વારા પોલીસ પર જીવલેણ હુમલો થતા સ્વબચાવ માટે આ કાર્યવાહી કરવી પડી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…