શિયાળાની સવારે દોડવા કે ચાલવા જતાં પહેલા રાખો ખાસ ધ્યાન, જાણો વિગત

શિયાળાની ઠંડી સવારમાં દોડવું કે ચાલવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન શરીર પર વધારાનો તાણ આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે યોગ્ય તૈયારી વિના કસરત કરવાથી ઈજાનો ખતરો વધી શકે છે.

કસરતથી રક્ત પરિભ્રમણ સુધરે છે, હૃદય મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ સક્રિય રહે છે. શિયાળાની સવારની તાજી હવામાં ચાલવાથી મનને તાજગી મળે છે અને દિવસભર ઉર્જા જળવાય છે.

ડૉક્ટરોની સલાહ મુજબ શિયાળામાં કસરત કરતી વખતે રાખવા જેવી વાતો:
– દોડવા કે ચાલવા પહેલાં શરીરને ગરમ કરો અને હળવું સ્ટ્રેચિંગ કરો.
– ભારે ઠંડીમાં ખાલી પેટ બહાર ન નીકળવું.
– હળવા પરંતુ ગરમ કપડાં પહેરો, ખાસ કરીને કાન, માથું અને હાથ ઢાંકી રાખો.
– જો હવા ધુમ્મસવાળી કે અત્યંત ઠંડી હોય તો સૂર્યોદય પછી કસરત શરૂ કરો.
– શ્વસન તકલીફ ધરાવતા લોકોએ કસરત પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
– કસરત બાદ શરીરને હાઇડ્રેટ રાખો અને પૌષ્ટિક નાસ્તો કરો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

વિરાટ કોહલી સદીઓની હેટ્રિક ફટકારીને રચશે ઇતિહાસ ? એક મોટો રેકોર્ડ પોતાના નામી કરવાની સુવર્ણ તક

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં પુષ્કળ રન બનાવી રહ્યો છે. તેણે સતત બે ODI માં બે સદી ફટકારી છે. હવે તેની પાસે સીરિઝમાં સતત…

PM મોદીએ ફક્ત પુતિન માટે જ નહીં, આ નેતાઓ માટે પણ તોડ્યો પ્રોટોકોલ

ગુરુવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું. પુતિન બે દિવસની ભારત મુલાકાતે છે, જે દરમિયાન સંરક્ષણ અને ઊર્જા જેવા મુખ્ય મુદ્દાઓ પર…