દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ સત્તાના શિખર પર બેઠેલા નેતાઓ માટે પણ ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં દિલ્હીની ઝેરી હવા અંગે પોતાની વેદના વ્યક્ત કરી છે.
ગડકરીએ જણાવ્યું, “બે દિવસ દિલ્હી શહેરમાં રહેતાં મને ગળામાં ઈન્ફેક્શન થઈ ગયું. આખું શહેર આ પ્રદૂષણથી પીડાઈ રહ્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સ્થિતિ ખુબજ ચિંતાજનક છે અને સીધી અસર નાગરિકો અને હવા સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.
પરિવહન ક્ષેત્રની જવાબદારી
ગડકરીએ સ્વીકાર્યું કે દિલ્લીની કુલ પ્રદૂષણમાં 40% ફાળો પરિવહન ક્ષેત્રનો છે. તેમણે જણાવ્યું કે ઇંધણની આયાત ઘટાડવી, ગ્રીન એનર્જી તરફ વળવું, ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ જ દિલ્હીને આ ઝેરી હવામાંથી મુક્તિ અપાવી શકે છે.
હાલની પ્રદૂષણ સ્થિતિ
હાથ ધરાયેલ સર્વે અનુસાર સંસદ ભવન આસપાસ AQI 250, કનોટ પ્લેસમાં 210, અને ITO જેવા ટ્રાફિક ભરચક વિસ્તારોમાં 200 નોંધાયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે પવનની ગતિ હાલમાં 10 કિમી/કલાક હોવાથી પ્રદૂષણ થોડું ઓછું છે, પરંતુ પવન શાંત પડતા દિલ્હી ફરી “ગેસ ચેમ્બર” બની શકે છે.
ગડકરીના નિવેદન પછી પરિવહન નીતિમાં મોટા ફેરફારો અને પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં લેવા શક્યતા વધુ વધી ગઈ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






