Mehsana : મહેસાણામાં RTO અને પોલીસની કડક કાર્યવાહી, સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ સામે બોલાવી તવાઈ

મહેસાણામાં પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ અત્યારે કાયદાના સંકજામાં આવ્યા છે. 11 વાલીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાલીઓએ કાયદાનું પાલન ના કરતા તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપ્યું હોવાનું સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

પોલીસ અને RTO દ્વારા વાલીઓ પર તવાઈ :- પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં શાળાઓ પાસે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું. જેના બાદ પોલીસે આ સગીરના વાલીઓને બોલાવ્યા. અને તેમને સવાલ કર્યો કે સગીરના વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં કેમ વાહન આપ્યું. આ દરમિયાન કેટલાક વાલીઓએ મનઘડત કારણો આપતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વાલીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 11 વાલીઓ સામે MV એક્ટ કલમ 180,5 મુજબ કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત

કાયદાનો કડક અમલ કરાવવા તંત્ર સજ્જ :- છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહન ચલાવવાને લઈને સરકાર દ્વારા વયમર્યાદા નક્કી કરવામાં આીવી છે. છતાં પણ આજે રીલના ચક્કરમાં સગીર બાળકો રોફ જમાવવા વાહન હંકારતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. જેને લઈને મહેસાણામાં RTO અને પોલીસે સંયુક્તપણે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ખાસ કરીને શાળા પાસે સગીર વાહન ચાલકો વધુ પ્રમાણમાં જોવા મળતા ચેકિંગ હાથ ધર્યું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *