દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વિદેશથી MBBS કરેલા ડોક્ટરોની વિગતો માંગાઈ

દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં તપાસ તેજ બની રહી છે. દિલ્હી પોલીસે NIA સાથે મળીને મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના ભાગરૂપે શહેરની તમામ ખાનગી હોસ્પિટલોને નોટિસ જારી કરી છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, UAE અને ચીનમાંથી MBBS કરેલા અને હાલમાં દિલ્હીમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની સંપૂર્ણ માહિતી તાત્કાલિક સોંપવા જણાવાયું છે.

NIAની તપાસમાં નવી વિગતો બહાર આવી
લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં આત્મઘાતી બોમ્બર ઉમર નબીના સંપર્કો અંગે પણ NIA તપાસ કરી રહી છે. ખાસ કરીને ઉમર નબી અને અલ-ફલાહ યુનિવર્સિટીના એક ડોક્ટર વચ્ચેના સંભવિત સંબંધોને લઈને એજન્સી સતર્ક છે.

NIAએ અત્યાર સુધી યુનિવર્સિટીના 30 ડોક્ટરોના નિવેદનો નોંધ્યા છે. સાથી ડોકટર્સે કહ્યું છે કે ઉમર નબીનો સ્વભાવ અત્યંત અજીબ હતો અને તે પોતાના રૂમમાં માત્ર થોડા પસંદગીના લોકોને જ આવવા દેતો હતો.

બ્લાસ્ટ કેસમાં વધુ એક ધરપકડ
બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી શોએબને NIAએ ફરીદાબાદમાંથી પકડી પાડ્યો છે. 26 નવેમ્બરના રોજ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા બાદ, કોર્ટએ NIAને શોએબના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આંતરરાષ્ટ્રીય જોડાણોની તપાસ
પોલીસ અને NIA બંન્નેની સંયુક્ત તપાસથી સ્પષ્ટ થાય છે કે તંત્ર આ કેસમાં આંતરરાષ્ટ્રીય નેટવર્કની શક્યતા ધ્યાનમાં રાખીને દરેક પાસું ઊંડાણપૂર્વક તપાસી રહ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય…

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં થયો વધારો, જાણો કેમ EDએ નોટિસ ફટકારી નોટિસ

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.  FEMA ઉલ્લંઘન બદલ KIIFB અને વરિષ્ઠ અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવી છે, અને ₹466 કરોડ (આશરે $4.66 બિલિયન) ની રકમ…