પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ પ્રધાન નાકાતાની વચ્ચે એક મહત્વની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
સોમવારે ભારત અને જાપાનના સંરક્ષણ પ્રધાનો વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી લશ્કરી ગતિવિધિઓ અંગે એક બેઠક યોજાઈ હતી. બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિ અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ વધારવા અંગે ચર્ચા કરી. છેલ્લા 6 મહિનામાં બંને દેશોના સંરક્ષણ પ્રધાનોની આ બીજી બેઠક છે.
It was a delight to meet Japan’s Defence Minister Gen Nakatani San in New Delhi. India shares a Special, Strategic and Global partnership with Japan. During the bilateral meeting we discussed defence cooperation and regional security. Both sides condemned terrorism in all forms… pic.twitter.com/cqd7CWyxLS
— Rajnath Singh (@rajnathsingh) May 5, 2025
જાણો રાજનાથ સિંહે X પોસ્ટ કરી શું કહ્યું
ભારત-જાપાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું – “પહલગામ આતંકવાદી હુમલાના પગલે ભારત સાથે મજબૂત એકતા દર્શાવવા બદલ હું જાપાન સરકારનો આભાર માનું છું. આ પ્રસંગે, હું ભારત-જાપાન સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં તમારા અપાર યોગદાનની પ્રશંસા કરું છું.” આ સાથે જ તેમણે ટ્વિટ કરી અને કહ્યું કે, “નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નાકાતાની સાનને મળીને આનંદ થયો. ભારત અને જાપાન વચ્ચે ખાસ, વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી છે. બેઠક દરમિયાન, અમે સંરક્ષણ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા અંગે ચર્ચા કરી. બંને પક્ષોએ આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી અને સરહદ પારના જોખમોનો સામનો કરવા માટે સહયોગ અને પ્રયાસો વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.”
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







