આતંકી હુમલા મામલે ભારતને મળ્યો જાપાનનો સાથ! બંને દેશના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં જાણો શું થયું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ પ્રધાન નાકાતાની વચ્ચે એક મહત્વની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

સોમવારે ભારત અને જાપાનના સંરક્ષણ પ્રધાનો વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી લશ્કરી ગતિવિધિઓ અંગે એક બેઠક યોજાઈ હતી. બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિ અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ વધારવા અંગે ચર્ચા કરી. છેલ્લા 6 મહિનામાં બંને દેશોના સંરક્ષણ પ્રધાનોની આ બીજી બેઠક છે.

જાણો રાજનાથ સિંહે X પોસ્ટ કરી શું કહ્યું
ભારત-જાપાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું – “પહલગામ આતંકવાદી હુમલાના પગલે ભારત સાથે મજબૂત એકતા દર્શાવવા બદલ હું જાપાન સરકારનો આભાર માનું છું. આ પ્રસંગે, હું ભારત-જાપાન સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં તમારા અપાર યોગદાનની પ્રશંસા કરું છું.” આ સાથે જ તેમણે ટ્વિટ કરી અને કહ્યું કે, “નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નાકાતાની સાનને મળીને આનંદ થયો. ભારત અને જાપાન વચ્ચે ખાસ, વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી છે. બેઠક દરમિયાન, અમે સંરક્ષણ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા અંગે ચર્ચા કરી. બંને પક્ષોએ આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી અને સરહદ પારના જોખમોનો સામનો કરવા માટે સહયોગ અને પ્રયાસો વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

PoKમાં વિરોધ પ્રદર્શનને લઈને તણાવ, ગોળીબાર વચ્ચે માનવાધિકાર મુદ્દે ઉઠ્યા સવાલ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક વિરોધીઓ અને કેટલાક સંગઠનો દ્વારા સુરક્ષા દળો પર કડક કાર્યવાહી અને ગોળીબારના આરોપો લગાવવામાં આવ્યા છે.…

કોમનવેલ્થ ગેમ્સમાં દર્દનાક દુર્ઘટના: 19 વર્ષીય ગેબ્રિયલ લેંગટન પટકાયો

કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન મેન્સ જિમ્નાસ્ટિક્સ ફાઇનલમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી હતી. ઇંગ્લેન્ડના 19 વર્ષીય જિમ્નાસ્ટ ગેબ્રિયલ લેંગટન રમત દરમિયાન હોરિઝોન્ટલ બાર પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માત એટલો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *